151+ ગમ શાયરી ગુજરાતી | best sad shayari in gujarati
ગમ શાયરી ગુજરાતી :- દરેક વ્યકિતના જીવનમાં ખુશી અને ઉદાશી કે દુ:ખ અવશ્ય આવે છે. સુ:ખ અને દુ:ખ એ જીવનની ઘટમાળ છે. કેટલાક વ્યકિત પ્રેમમાં સફળ નથી થતા એનો ગમ હોય છે તો કેટલાકને પ્રેમમાં બેવફાઇ મળી હોય તેનો ગમ હોય છે. આજે આ૫ણે એવા પ્રેમના ગમમાં ડુબી ગયેલા મિત્રો માટે ગમ શાયરી ગુજરાતી (sad shayari in gujarati) લઇને આવ્યા છીએ.

ગમ શાયરી ગુજરાતી (sad shayari in gujarati)
દિલ નાઉમ્મીદ નહિં, નાકામ હી તો હે ;
લંબી હે ગમ કી શામ, મગર શામ હી તો હે…
🔔જો તમે instargam થી પૈસા કમાવા માંગતા હોય તો આ વાંચો :👉 Instagram Se Paise Kaise Kamaye 2023 – टॉप 7 तरीके

ગમ શાયરી ગુજરાતી
તારા જુલમથી હું થયો બરબાદ તેનો ગમ નથી.
પસ્તાવો જે તને થયો એનો ફક્ત સ્વીકાર કર. ~મરીઝ
⭐આ પણ વાંચો : 👉 ગુજરાતી શાયરી લખેલી
ખબર નહીં પડતી તારા જવાની ખુશી મનાવું કે ગમ
તું બસ ખુશ રહે, મને મારા ગમ મુબારક
તું હકીકતમાં જીવ, મને મારા ભ્રમ મુબારક!
તમે ના હોત તો ગમ ના હોત
અમે રાતે આવા તંગ ના હોત
તમે ના હોત તો અમે ના રો’ત
અને ગાલ આંસુ થી નમ ના હોત.
આપશો, તો મળશે…
પછી એ લાગણી હોય…,
ખુશી હોય કે ગમ હોય…
દિલ એવું રાખ જેમાં મહોબ્બતનો ગમ રહે
ગમ એવો રાખ જે ન રહે તો ન દમ રહે ! – મરીઝ
ગમ શાયરી ગુજરાતી
ગમ જિગરમાં ભરી ન બેસો,
આંખને થોડીક ખરતી રાખો – કવિ દાદ
એ જ એક સાકી નથી એનો જ આ ગમ છે મને,
બાકી તો આ એ જ મયખાનું છે, મય પણ એજ છે…!! – બેફામ
તારો સાથ મને ગઝલ ના રદિફ જેવો જોઈએ છે
જીવન ની શરૂવાત મા ના મળે તો ગમ નહિ
પણ અંત મા તો તુજ જોઈએ છે
મૈખાને સજે થે, જામ કા થા દૌર,
જામ મેં ક્યા થા યે કિસને કીયા થા ગૌર?
જામ મેં ગમ થા મેરે અરમાનો કા,
ઔર સબ કહે રહે થે
એક ઔર, એક ઔર
દર્દની લાગણીના ઘણા રૂપ છે;
માત્ર આંસુજ હોવાં જરુરી નથી.
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર,
વ્યક્ત થઈ ના શકે એવાં ગમ કેટલાં..
નારાજ હંમેશા ખુશીઓ જ થાય છે,
ગમ ના એટલા નખરા નથી હોતા..
સમજાતું નથી એજ કે શું ગમે છે,
ખુશી ગમે છે કે ગમ ગમે છે ,
પણ એક વાત તો ચોક્કસ છે દોસ્ત.,
કે તારા સાથની હર એક પળ મને ગમે છે…
હોઠો પર હસી ઓર દિલ મે કોઈ ગમ હૈ…!!
ક્યાં આપકો ભી લગતા હૈ,
1.5 GB એક દિન કે લિએ કમ હૈ…!!
રાત ગઈ અબ તો સુબહ હુવા દેખો એક તાજા ગમ હુવા
અફસોસ એહ હુવા કે ઝીંદગી કા એક દિન કમ હુવા
જે કંઈ શોધવું હોય તે છાનુંમાનું શોધ,
ખોવાયું છે જે સુખ એનું સરનામું શોધ.
ગમ તો ઘણાં ય પડ્યા છે જિંદગીમાં,
ચાલ, આજે હસવાનું કોઈ બહાનું શોધ…..!!
ગમ શાયરી ગુજરાતી
જયારે હૃદયમાં કોઈ કશો ગમ નહીં રહે,
મારો સ્વભાવ આવો મુલાયમ નહીં રહે
ન ઘડ તું વર્તમાનને ભાવિના આશરે,
આજે છે જેવી કાલે એ આલમ નહીં રહે – મરીઝ
ના મળે કોઈ નો સાથ તો મને યાદ કરી લેજે…
જ્યારે એકલતા સતાવે ત્યારે મારી જોડે વાત કરી લેજે…
ખુશીયો વહેંચવા તારી પાસે હજારો હશે..
પણ જ્યારે ગમ વ્હેચવું હોય ને ત્યારે મને યાદ કરી લેજે…
જિંદગી એક હસીન સ્વપ્ન છે જેમાં જીવવાની ચાહત હોવી જોઈએ,
ગમ આપમેળે ખુશીમાં બદલાઈ જશે બસ હંમેશા મુસ્કુરાવાની આદત હોવી જોઈએ..
તૂટી જઇશ તોયે તને કાયમ સલામત રાખીશ
હું માવજતમાં કાયમી એવી નજાકત રાખીશ
ક્યારેક ગમ જેવું તને લાગે તો વળગી જાજે
બાહોમાં મારી હું ખૂશીઓની વસાહત રાખીશ
નથી કર્યો કોઈ શણગાર તોય કોઈ ગમ નથી,
“દીકરી”તો કોઈની પણ પરી થી કાંઈ કમ નથી.
ગમ બહુત હૈ ખુલાસા કૌન કરે….
યુ હી મુસ્કુરા દેતા હું તમાશા કૌન કરે…
ચાતક, ચકવાં, ચતુર નર, નિશદિન રહે ઉદાસ;
ખર, ઘુવડ ને મૂર્ખ નર, સુખે સુએ નિજ વાસ.
જે જે પ્રસંગ કૂલની માફક ખીલ્યા હતા ,
આજે ઉદાસ મનમાં વજન થઈ રહી ગયા .
ચંદન સમાન મહેકતી કાયાની પાસ છું,
લાગે છે એમ કે હું સદેહે સુવાસ છું.તારા અધર પે સ્મિત ફરીથી ખીલી ઊઠ્યું,
એ ગૌણ વાત છે કે હજી હું ઉદાસ છું.જોઈ લે છેલ્લી વાર તું રેખાઓ હાથની,
સંધ્યા સમયે ક્ષીણ થતો હું ઉજાસ છું.
151+ ગમ શાયરી ગુજરાતી | best sad shayari in gujarati
દિલ નાઉમ્મીદ નહિં, નાકામ હી તો હે ;
લંબી હે ગમ કી શામ, મગર શામ હી તો હે…

મારું નામ પૂજા છે, હું ગુજરાતની છું, જો તમને મારી કોઈ કવિતા ગમતી હોય તો કૃપા કરીને તમારા મિત્રો સાથે શેર કરો અને પોસ્ટની નીચે રેટિંગ આપીને તેને મત આપો. તમને આ વેબસાઈટ કેવી લાગી, કોમેન્ટ કરીને જણાવો.