Customize Consent Preferences

We use cookies to help you navigate efficiently and perform certain functions. You will find detailed information about all cookies under each consent category below.

The cookies that are categorized as "Necessary" are stored on your browser as they are essential for enabling the basic functionalities of the site. ... 

Always Active

Necessary cookies are required to enable the basic features of this site, such as providing secure log-in or adjusting your consent preferences. These cookies do not store any personally identifiable data.

No cookies to display.

Functional cookies help perform certain functionalities like sharing the content of the website on social media platforms, collecting feedback, and other third-party features.

No cookies to display.

Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics such as the number of visitors, bounce rate, traffic source, etc.

No cookies to display.

Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.

No cookies to display.

Advertisement cookies are used to provide visitors with customized advertisements based on the pages you visited previously and to analyze the effectiveness of the ad campaigns.

No cookies to display.

2024 Happy Uttarayan Shayari in Gujarati | Makar Sankranti Shayari Wishes, Status & SMS in Gujarati : ઉત્તરાયણ પર મિત્રો અને સંબંધીઓને મોકલો શુભેચ્છાના મેસેજ

Happy Uttarayan Shayari in Gujarati Makar Sankranti Shayari Wishes, Status & SMS in Gujarati ઉત્તરાયણ પર મિત્રો અને સંબંધીઓને મોકલો શુભેચ્છાના મેસેજ
5/5 - (1 vote)

Happy Uttarayan Shayari in Gujarati : આ તહેવાર ને શબ્દોથી વ્યક્ત કરવા માટે મેં એકત્ર કર્યા છે મકરસંક્રાંતિની અથવા ઉતરાયણની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ અથવા મેસેજ | Unique Happy Makar Sankranti Wishes, Quotes, Status and Shayari text SMS in Gujarati જેને તમે Facebook, Instagram and WhatsApp પર Image સાથે Share પણ કરી શકો છો.

ભારતીય સંસ્કૃતિમાં પ્રાકૃતિક ચક્રોના પરિવર્તનને સમાજ જીવન સાથે અદભુત રીતે વણી લેવામાં આવ્યું છે. સૂર્યના રાશી પરિવર્તનની ઉજવણીનું આ પર્વ મકર રાશિમાં સૂર્યના સંક્રમણને ચિહ્નિત કરે છે અને ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે એટલે ઉત્તરાયણ કહેવાય છે. જેનો અર્થ થાય છે, શિયાળુ ઋતુનો અંત અને લાંબા દિવસોની શરૂઆત.

આશાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી મક્રરસંક્રાંતિ (ઉત્તરાયણ) ની હાર્દિક શુભકામનાઓ સાથે શુભ મક્રરસંક્રાંતિ.

Copied

Happy Uttarayan Shayari in Gujarati

Read More :

  • मकर संक्रांति की हार्दिक शुभकामना संदेशों
  • એક વાક્યના સુવિચારો ગુજરાતીમાં
  • ઉત્તરાયણની શુભકામના સંદેશાઓ
  • તમારી શુભકામના / સંદેશા / status મોકલો

ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ,
લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.

હર્ષોન્માદ અને ખુશાલીનાં પાવનકારી પર્વ મકરસંક્રાંતિ નિમિતે આકાંક્ષાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદાય નવા મુકામ સર કરતો રહે એવી અંતઃ કરણપૂર્વક શુભેચ્છાઓ.

Copied

તું તારે કર્યા કર ખેંચાખેંચ,
અમે તો ઢીલ દેવામાં જ માનીએ…
હોય મોટો ફીરકો કે ભલે લચ્છો,
અમે તો ગૂંચ ઉકેલવામાં જ માનીએ…
તું તારે કાપ્યા કર સૌ ના પતંગો ભર દોરીએ,
અમે તો કોઈકની દોરીમાં લપેટાઈ જવામાં જ માનીએ…
એડવાન્સમાં આનંદમય, ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ…❤💚💙

Copied

તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,
ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે…
જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં,
એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં..!!
💐💐 મકરસંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ 💐💐

Copied

સુખ, શાંતિ તથા સમૃધ્ધિની મંગલકામનાઓ સાથે આપ સૌને ભગવાન સૂર્યનારાયણની આરાધનાના પાવન પર્વ મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.

Copied

આખું વર્ષ સ્માર્ટફોન વાપરી વાપરીને તમારી વાંકી વળી ગયેલી ડોકને સીધા કરવાનો મોકો આપનાર અદભુત તહેવાર મકરસંક્રાંતિની આપ સર્વેને શુભકામનાઓ. 😅

Copied

પ્રેમ ની પતંગ ઉડાવજો,
ને નફરત ના પેચ કાપજો,
દોરી કરતા પણ વધારે સંબંધ લંબાવજો,
વર્ષ નો પેહલો તહેવાર છે ,
એને દિલ થી વધાવજો…

હેપી ઉતરાયણ
Copied

ભગવાન સૂર્યનારાયણની કૃપાથી સૌની સુખ,શાંતિ અને સમૃદ્ધિ ઉત્તરોત્તર પ્રગતિ કરે તે જ અભ્યર્થના સહ રંગબેરંગી આકાશી ઉત્સવ મકરસંક્રાંતિની મંગલમયી શુભકામનાઓ.

Copied

પતંગના ત્રણ અક્ષર એટલે…..

પ = પવિત્ર બનો.
તં = તંદુરસ્ત રહો.
ગ = ગગન જેવા વિશાળ બનો,
(સંકુચિત ન બનો)
આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ.
💥 ઉત્તરાયણની શુભેચ્છાઓ. 💥

Copied

સૂર્ય ઉપાસનાના પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન સુર્યનારાયણ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે.

ઉત્તરાયણનો આ પવિત્ર તહેવાર આપણને જીવનમાં પુણ્ય-દાનનું મહત્વ સમજીને જરૂરિયાતમંદો-ગરીબોના સુખ-દુ:ખમાં સહભાગી થવાની અને પ્રાણીઓ-પક્ષીઓની સેવા કરવાની પ્રેરણા આપે છે.

Copied

સૂર્યની કૃપા હંમેશાં તમારા અને તમારા પરિવાર પર રહે અને તમે અને તમારા પરિવારને સુખી અને સ્વાસ્થ્ય વર્ધક ઉત્તરાયણની શુભેચ્છાઓ.

Copied

દાન-પુણ્યના પાવન પર્વ ‘ઉત્તરાયણ’ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આનંદ, ઉમંગનો આ તહેવાર આપ સૌના જીવનમાં નવી ઉર્જા સાથે સફળતા લાવનારો બની રહે એવી પ્રાર્થના.

Copied

આપ સૌને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું.
સૂર્યના રાશિ પરિવર્તનને પ્રાકૃતિક ઘટનાને પતંગોત્સવના રૂપે સામાજિક ઉલ્લાસના અવસરરૂપે વણી લેતો આ તહેવાર આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ લઈ આવે તેવી અભ્યર્થના.

Copied

મકરસંક્રાંતિની શુભકામના.

મિત્રો પ્રેમની પતંગ ઊડાડજો…
નફરતના પેચ કાપજો…
દોરી જેટલો સંબંધ લંબાવજો…🔷

Copied

આપના સુખ અને સફળતાનો પતંગ સૌથી ઊંચી ઉડાન ભરે તેવી આશા સાથે આપ સૌને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ…!!!

Copied

મકર સક્રાંતિ (ઉત્તરાયણ ) ની હાર્દિક શુભકામનાઓ…….

આ ઉત્તરાયણ નિમિતે તમારી સફળતા નો પતંગ દિવસે દિવસે આકાશ ની ઉંચાઈઓ સર કરે એવી મંગલ શુભકામનાઓ…..
ઉત્તરાયણનું પર્વ આપ સૌના જીવનમાં સુખ,શાંતિ અને વૈભવ લાવે.
ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ.

Copied

તમામ ભાઈઓ-બેનો ને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ.
તલ અને ગોળ ની મીઠાશ તમારા જીવનમાં પણ એક નવી મીઠાશ ભરે.

Copied

પતંગનો ઉત્સવ મનુષ્યની થનગનતી ઊર્મિઓને વાચા આપનારું પર્વ છે! વર્ષ ૨૦૨4ની ઉત્તરાયણ આપ સહુ માટે આરોગ્યવર્ધક, ઉત્સાહસભર અને પ્રગતિનાં નવાં સોપાનો સર કરાવનાર બની રહે – હૃદયની શુભેચ્છાઓ‌..!

ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ.

Copied

ખુશ થવાના ઉમંગ છે, ઉત્તરાયણ નો પ્રસંગ છે. આજે મારા ગામના નાના ભુલકાઓ સાથે ઉત્તરાયણની મજા માણી, આશા રાખું છું કે આપ સૌ પણ ઉત્તરાયણની મજા સુરક્ષિત અને આનંદમય રીતે માણી રહ્યા હશો.

Copied

હર્ષોન્માદ અને ખુશાલીનાં પાવનકારી પર્વ મકરસંક્રાંતિની આપ સૌને શુભકામનાઓ.
આ પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપન્નતા લાવે એજ અભ્યર્થના.

Copied

પતંગ ની ઊંચી ઉડાન ના જેમ તમારી જીવન માં પણ એવી ઊંચાઈ ભરી પ્રગતિ અને સુખ શાંતી અને સમૃદ્ધિ રહે,
ઉત્તર દિશા ના પવન ની જેમ તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહે.

ઉતરાયણ ના તહેવાર ની શુભેચ્છાઓ.

Copied

તહેવાર તો એક બહાનું છે, ઉજવણીનું…
ભેગાં થઈ આનંદ અને પ્રેમ વહેંચવાનો અવસર છે…
સંસ્કૃતિએ માનવ મનને ઓળખી ગોઠવેલો એક સરસ ઉપાય છે…
સાથે વહન અને સમન્વયની પરંપરા જાણવી રાખવાની રીત પણ છે…
સહુને ઉતરાયણ ‌/ મકરસંક્રાંતિની શુભકામના.

Copied

uttarayan Wishes for friends | Makar Sankranti Wishes for friends

સૂર્ય ઉપાસનાના પવિત્ર તહેવાર મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ…
બધા મિત્રો ને મકરસંક્રાંતિ ના પાવન પર્વની ખુબ ખુબ શુભકામનાઓ.

🚩જય શ્રી રામ🚩

Copied

Funny Makar Sankranti Wishes | funny Short uttarayan Wishes

કુંવારાંઓનાં ‘પેચ’ ફળે, અને પરણેલાંઓને થોડી ‘ઢીલ’ મળે – એ જ ઉત્તરાયણની શુભેચ્છા.

Copied

ફક્ત મકરસંક્રાંતિ સુધી જ સીમિત ઓફર…….

તમારી પત્ની નો ફોટો પતંગ પર લગાવો…..
અને……કલાકો સુધી…

તમારી આંગળીના ઈશારે તેને નચાવી,
અદ્ભૂત આનંદની અનુભૂતિ મેળવો…..
😃😃😃😃😃😃

Copied

ઓલી☝ 12 મહિના પહેલા ગઈતી💔 પણ મારા 😘 વીના રહી ન સકી ઍટલે પાછી આવી ગઈ…

❤આમા કવિ ઉત્તરાયણની વાત કરે છે.❤

Copied

આજ કાલ આકાશ માં જેટલા પતંગ નથી ઉડતા… ,
એનાથી વધુ તો ટુ વ્હીલર પર તાર લાગેલા જોવા મળે છે.😂😝

ઉત્તરાયણ થી વધુ તો તારાયણ છે.😂

Copied

Makar Sankranti 2024 WhatsApp Status in Gujarati

રંગબેરંગી પતંગોથી રંગાયેલા આકાશમાં પરિવાર સાથે ઉતરાયણ ની ઉજવણી કરીએ.
પરિવાર સાથે તહેવાર ઉજવણી ની મજા જ કંઇક અલગ હોય છે..

🙏ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ🙏

Copied

દરેક ક્ષણે સુવર્ણ ફૂલો ખીલે,
કાંટોનો ક્યારેય સામનો ના થાય,
તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે,
સંક્રાંતિ પર અમારી શુભકામનાઓ…

Copied

આ ઋતુ ખુશી ની છે,
આ સીઝન ગોળ અને તલ ની છે,
આ સીઝન પતંગ ઉડાવવાની છે,
આ મોસમ શાંતિ અને સમૃદ્ધિની છે,
2024 સુખી મકરસંક્રાંતિ…

Copied

તમને ખુબ ખુશી મળે…
જેટલો પતંગ ઉડાડવા વાળા ને થાય છે …
તમને અને તમારા પરિવારને અભિનંદન,
તમને આ મકરસંક્રાંતિની શુભકામનાઓ …

Copied

તમને મકરસંક્રાંતિની શુભકામનાઓ…
“યાદો ઘણી વાર ત્રાસ આપતી હોય છે,
જે રૂઠી જાય તે માની પણ જાય છે
સંબંધ જાળવવો મુશ્કેલ નથી
તેને પૂર્ણ કરવા માટે મારે મારા હૃદયમાં પ્રેમની જરૂર છે.”
!! હેપી મકરસંક્રાંતિ !!

Copied

આ તહેવાર પતંગોનો તહેવાર છે…
મકરસંક્રાંતિ એ આ વર્ષનો પહેલો તહેવાર છે
રાત નાની અને દિવસ લાંબો બનશે,
આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
હેપી મકરસંક્રાંતિ

Copied

Makar Sankranti 2024 WhatsApp Messages in Gujarati

બધા મિત્રોને મળે સંમતિ,
આજે છે મકરસંક્રાંતિ,
સ્વીટ મિત્રો સુરજ ઉગ્યો છે,
સાથે મળીને પતંગ ઉડાડીએ,
આકાશને પતંગથી રંગીન બનાવીએ,
અને કહો કે … એ લપેટ …

Copied

ખુલ્લા આકાશમાં જમીન સાથે વાત ન કરો ..
જીવી લો જિંદગી સુખ ની અપેક્ષા ના કરો…
આ તહેવાર માં અમને ના ભૂલશો…
ફોન પર નહિ તો મેસેજ થી ઉત્તરાયણ ની શુભકામના મોકલો…
!! હેપી મકરસંક્રાંતિ !!

Copied

તમારો પતંગ આકાશની ઊંચાઈઓ પર ઉડી શકે છે,
તમારી સ્થિતિ તે જ ઊંચાઈઓ સુધી પહોંચી શકે.
આ મકરસંક્રાંતિ પર તમારા માટે મારી પ્રાર્થના છે.

Copied

સૂર્યની રાશિ બદલાશે,
કેટલાકના નસીબ બદલાશે,
આ વર્ષનો પ્રથમ તહેવાર હશે,
જ્યારે આપણે બધા સાથે મળીને ઉજવણી કરીએ છીએ.
હેપી મકરસંક્રાંતિ 2024 …
!! હેપી મકરસંક્રાંતિ !!

Copied

સૂર્યની રાશિ ઘણા લોકોનું ભાગ્ય બદલી દેશે,
આ વર્ષનો પ્રથમ તહેવાર છે,
જે ફક્ત ખુશીઓથી ભરેલું હશે!
સુખી ઉત્તરાયણ…

Copied

uttarayan 2024 quotes in gujarati | makar sankranti quotes in gujarati

ગગન હોય કે જીવન હોય ક્યાંય ભાર સાથે ઊડી શકાતું નથી માટે જ
ઉત્તરાયણ આપણને ‘ભાર’ વગરના બનવાનો સંદેશ આપે છે.
ઉમંગકારી પર્વ મકરસંક્રાંતિ ની શુભકામનાઓ.
આપનો જીવનરૂપી પતંગ હંમેશા આકાશને આંબતો રહે,
સફળતા રૂપી પવન હંમેશા સાનુકૂળ રહે,
પેચરૂપી સંઘર્ષોમાં સદાય આપનો વિજય થાય એવી શુભેચ્છાઓ.

Copied

ઉડવું.
ખૂબ ઊંચે ઉડવું, મેઘધનુષી રંગો સાથે ઉડવું.
આકાશ ઉડવા માટે જ છે.
પણ…

હળવા બની ને ઉડવું.
કારણ કે…

નીચે પટકાઇએ તો જીલનારને જીલવાનો ભાર ન લાગે.

ઉત્તરાયણની શુભકામના

Copied

મકરસંક્રાંતિ પર્વની સૌ મિત્રો અને સ્નેહીજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આપ સૌને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું.
ભારતીય સંસ્કૃતિમાં પ્રાકૃતિક ચક્રોના પરિવર્તનને સમાજ જીવન સાથે અદભુત રીતે વણી લેવામાં આવ્યું છે.
સૂર્યના રાશી પરિવર્તનની ઉજવણીનું આ પર્વ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના કરું છું.

Copied

ક્યારેક ખેંચવું પડે તો…
ક્યારેક ઢીલ પણ આપવી પડે,

આ જિદગી પતંગ🪁 જેવી જ છે.
ક્યારે સબંધ માટે કપાવું પડે તો…
ક્યારે સબંધ પણ કાપવા પડે…

🪁 મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ 🪁

Copied

આપના જીવનમાં પવન સમી સુખની લહેરો આવે અને
આપનું જીવન પતંગ ની જેમ લાગણીઓના ગગનસાગરમાં ઉન્નતિ મેળવે તેવી શુભકામના.

ક્યારેક જો પતંગ દુઃખનો ગુલાંટ મારે તો…
પ્રેમની ઢીલ દઈ ને વિશ્વાસની ખેંચથી પાછો પતંગ-દોર ના સાથને મજબૂત કરી લેજો…

Copied

કાગળની જીવ વગરની…
પતંગ પણ ઉડે છે સાહેબ,

બસ દોરી સાચા માણસના…
હાથમાં હોવી જોઈએ…!

🪁 મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ 🪁

Copied

તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,
ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે…
જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં,
એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં..!!

💐💐 મકરસંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ 💐💐

Copied

Makar Sankranti 2024 Shayari in Gujarati | Uttarayan 2024 Shayari in Gujarati

શબ્દો તમે આપજો, ગીત હું બનાવીશ,
ખુશી તમે આપજો, હસીને હું બતાવીશ,
રસ્તો તમે આપજો, મંજિલ હું બનાવીશ,
કિન્યા તમે બાંધજો, પતંગ હું ચગાવીશ

મકરસંક્રાંતિની હાર્દિક શુભકામના

Copied

સત્ય… સૂર્યની સાંખે, વિવેક… કિન્યામાં રાખે,
પ્રેમ… દોરીની પાંખે, આનંદનો… પતંગ ચાખે.

ઉત્તરાયણ (મકર સંક્રાંતિ)નાં પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ.

Copied

પતંગ જેવા થઈએ…
શરીરે વીંધાઈ જઈએ પણ…
બીજાને ઉપયોગી થઈએ.
લક્ષ્ય ઊંચું રાખીએ પણ…
અભિમાની ના બનીએ,
નીચે આવ્યા બાદ, ફરી ઊંચે જઈએ…..
આવો પતંગ જેવા થઈએ…

મકરસંક્રાંતિની શુભેચ્છા

Copied

સૂર્યનારાયણે શરુ કરી છે આજે
ઉત્તર દીશા તરફ ઉધ્વગામી ગતિ,

ખંખેરી નિરાશા આપણે પણ શરુ કરીએ,
એક મંગલમયી, ઉષ્મા પૂર્ણ, હોંશિલી ચાલ

મન, વચન, કર્મ થી ચેતસ તરફ ઉત્કર્ષ તરફી, ઉધ્વગામી ચાલ
ઉત્સાહવર્ધક, શક્તિવર્ધક સમન્વયી, સ્ફૂર્તિ ભરી ચાલ!!
ઓજસ્વી, મકરસંક્રાંતિની સૌને અઢળક શુભેચ્છાઓ.

Copied

ફીરકી લેવાવાળા તો ઘણા હોય છે..
પણ જરુર તો ગુંચ ઉકેલવા વાળા ની છે…

ઉત્તરાયણની શુભેચ્છા

Copied

પ્રેમની પતંગ ઉડાડજો અને… નફરતના પેચ કાપજો…
દોરી જેટલો સંબંધ લંબાવજો… ઉત્તરાયણ છે દિલથી વધાવજો…

ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ!

Copied

ઈષાૅ, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ, રુપી પતંગોને કાપવા જોઈએ…
ઉમંગ, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કારના પતંગ લૂંટવા જેવા છે…

હેપ્પી ઉત્તરાયણ.

Copied

healthy and safe uttarayan in gujarati

આશાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી સુરક્ષિત અને સલામત ઉત્તરાયણની હાર્દિક શુભકામના.
પણણ…
એટલું ધ્યાન રાખજો તમારી મજા કોઈની માટે સજા ના બની જાય.

Copied

ઉત્તરાયણની ઉજવણીના સમાચાર સાંભળીને પતંગો ચગવા લાગી હો બાકી…
પણ સાચવીને… પતંગ ઉડાવજો, પેચ લડાવજો, કોઈનો પતંગ કાપજો,
પણ…
તમારા કે કોઈના જીવના જોખમે નહીં.

Copied

મકરસંક્રાંતિની આકાશભરીને શુભકામનાઓ 💐💐💐
આકાશમાં ઊડતો નથી માત્ર પતંગ.
ઊડે છે આકાશમાં માણસ પણ બની પતંગ.
મકરસંક્રાંતિ એટલે આભમાં પક્ષી માફક ઊડવાનો પ્રસંગ,
હસતાં-હસાવતાં વહેંચવાનો આ ઉમંગ..
ચગાવતાં પતંગ, કાપજો માત્ર અન્યનો પતંગ,
જો જો કોઈ પક્ષીની પાંખ, આંખ, ચાંચ, ગળું કાપે ના તમારો ઉમંગ નહિતર …
કોઈ જીવહત્યાનો લાલ રંગ, બનાવી ના દે ઝેર, તમારો જીવન-પ્રસંગ.

Copied

તમારી ખુશી સાથે તેમના જીવન વિશે પણ વિચારજો, ચાઈનીઝ દોરા અને પતંગોનો ઉપયોગ ન કરશો.
ઉત્તરાયણની શુભકામના.

Copied

આનંદમય ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ સાથે એક મહત્વપૂર્ણ યાદ અપાવીશ કે આપણે એ સંસ્કૃતીના વાહક છીએ જેમાં પક્ષીઓ પ્રત્યે સંવેદનાનુ પ્રતિક ચબુતરો પણ ગામની શાન મનાતો એ પ્રજામાં સ્વાભાવિક સંવેદના હોય જ.

Copied

રંગબેરંગી પતંગોથી રંગાયેલું આકાશ આપ સૌના જીવનમાં ઉત્સાહ અને પ્રગતિની ઊંચાઈ લાવે તેવી લાગણીસહ આપ સૌને મકરસંક્રાંતિની શુભેચ્છા. આ સાથે આપ સૌની ઉત્તરાયણ સુરક્ષિત અને સ્વસ્થ રહે તેવી શુભકામના.

Copied

ઉત્તરાયણ તરીકે ઓળખાતા ખગોળપર્વ મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ખાસ કરીને બાળકોની સુરક્ષાનુ ધ્યાન રાખી પતંગબાજી સાથે ઉંધીયુ, તલના લાડુ, ચીકી વગેરે નો ખૂબ આનંદ ઉઠાવી ઉત્સાહ પૂર્વક ઉજવણી કરજો.

Copied

મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભકામનાઓ. મનભરીને પતંગ ઉડાવજો પરંતુ સાથે પોતાનું, પરિવારનું અને સૌનું ધ્યાન પણ રાખજો.

Copied

ફક્ત કહેવા ખાતર ઉત્તરાયણની એક દિવસની વાર છે,
બાકી એકબીજાની કાપવાની System… આખું વર્ષ ચાલે

Copied

Short Makar Sankranti 2024 Wishes in Gujarati | Short uttarayan 2024 Wishes in Gujarati

તંગ પરિસ્થિતિમાં પણ પતંગની જેમ સ્થિર રહીને જિંદગીની ખુશી માણીએ તેવી મકરસંક્રાંતિની શુભકામના.

Copied

ઉત્તરાયણનું પર્વ આપ સૌના જીવનમાં સુખ,શાંતિ અને વૈભવ લાવે. ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ. ❤️🙏

Copied

ઉત્તરાયણ નો તહેવાર તમારા જીવનમાં, શાંતિ, સંતોષ અને આનંદ લાવે. મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ.

Copied

ઉત્તરાયણ ના શુભ પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો તહેવાર આપણા સહુના જીવનમાં પ્રગતીનો નવો અધ્યાય શરુ કરે તેવી પ્રભુને પ્રાર્થના.

Copied

હું તમને મારા પરિવાર તરફથી ઉત્તરાયણની ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું.

Copied

ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ…. આશા રાખીએ કે આજે પવન સારો હોય.

Copied

સૂર્યદેવ તમારા જીવન અને ઘરને, પ્રકાશ અને ખુશીઓથી ભરી દે તેવી શુભેચ્છઓ. 🌹 ઉત્તરાયણની શુભેચ્છાઓ! 🌹

Copied

ઉત્તરાયણનું પર્વ ના દિવસે ભગવાન સૂર્યનારાયણ આપ ના જીવનમાં સુખ,શાંતિ અને વૈભવ લાવે. ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ.

Copied

મકરસંક્રાંતિના પાવન પર્વની આપ સૌને શુભકામનાઓ.
ઉતરાયણ પર સૂર્યદેવ આપણા સૌના જીવનમાં નવી ઊર્જા નવા વિચારોનો સંચાર કરે તેવી મંગલકામના.

Copied

બધા દેવો માં પ્રત્યક્ષ દર્શન દેતા દેવ “સૂર્ય દેવ” ની ઉપાસનાના પર્વ ઉત્તરાયણની શુભકામનાઓ.

Copied

તનમાં મસ્તી, મનમાં ઉમંગ
ચાલો ઉડાવીએ પતંગ.
ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ

Copied

મકરસંક્રાતિના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધર્મ પરાયણતાનુ મહત્વ દર્શાવતો ઉતરાયણનો તહેવાર સૌ માટે ઉલ્લાસ લાવે તેવી કામના.

Copied

મકરસંક્રાંતિ પર ગોળ અને તલની મીઠાઇ ખાઓ અને મીઠું બોલો, આ મકરસંક્રાંતિ પર અમારી ભગવાન ને પ્રાર્થના છે.

Copied

હર્ષોન્માદ અને ખુશાલીનાં પાવનકારી પર્વ મકરસંક્રાંતિની આપ સૌને શુભકામનાઓ. આ પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપન્નતા લાવે એજ અભ્યર્થના.

Copied

આપની સુખ અને સફળતાની પતંગ સૌથી ઊંચી ઉડાન ભરે તેવી આશા સાથે આપ સૌને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ…!!!

Copied

હું તમને અને તમારા કુટુંબને આ મકરસંક્રાંતિની ખુશી અને સમૃદ્ધિની પ્રાર્થના કરું છું.

Copied

હું આશા રાખું છું કે તમે પણ આ વર્ષનો પહેલો ઉત્સવ તમારા પરિવાર સાથે ધૂમધામ સાથે ઉજવો.

Copied

આ મકરસંક્રાંતિ પર પતંગ ઉડાવવાની મજા સમજાાથે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ.

Copied

અમારા પરિવાર વતી, તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન.

Copied

અમારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને હું તમને ઉત્તરાયણની ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

Copied

સૂર્યની રાશિ બદલાશે અને તમારું નસીબ ચમકવા લાગશે. હું તમને આ મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવું છું.

Copied

ગોળની મીઠાઈઓ, મગફળીનું તેલ લો… અને આ મકરસંક્રાંતિ પર ઘણું ખાઓ અને પતંગ ની મજા માણો.

Copied

હેપી મકરસંક્રાંતિ પતંગ ઉડાડતા સમયે તમારા પરિવારની સંભાળ રાખો, આ તમારો મારો સંદેશ છે.

Copied

હું તમારી નજીક નથી, પણ મારા નામે પતંગ ઉડાડવાનું ભૂલતા નહીં. આ સંદેશ હું તમને આ મોબાઇલ પર આપું છું અને આ મકરસંક્રાંતિ પર તમને ખૂબ આનંદ મળશે.

Copied

સમસ્ત દેશવાસીઓને ઉત્તરાયણનું પર્વ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને વૈભવ લાવે તેવી ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ.

Copied

સૂર્યના રાશી પરિવર્તન સ્વાસ્થ્ય વર્ધક અને વિટામિન D નો સારો સ્રોત તે ત્વચા માટે પણ સારો માનવામાં આવે છે અને શિયાળાના પવનથી થતાં પવનને લીધે થતા ઘણા ચેપ અને માંદગી સામે લડવામાં મદદ કરે છે.

તલ અને ગોળ ની વાનગી એક કહેવત છે, “આ તલ અને ગોળ ખાઓ અને મીઠા શબ્દો બોલો”. આ મીઠાઇઓનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે તલ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે અને શિયાળા દરમિયાન ભેજ મેળવવા માટે જરૂરી તેલની સારી માત્રા પૂરી પાડે છે. આ તહેવાર પર લોકો પતંગ ઉડાવે છે અને વસંતના આગમનને ચિહ્નિત કરતા આ ઉત્સવ માટે તલ અને ગોળ ની પરંપરાગત મીઠાઈઓ તૈયાર કરે છે.

જો તમને અમારા ભેગા કરેલા શ્રેષ્ઠ મકરસંક્રાંતિની અથવા ઉતરાયણની શુભકામના અથવા શુભેચ્છા સંદેશ અથવા મેસેજ | Unique Happy Makar Sankranti Wishes, Quotes, Status and Shayari text SMS in Gujarati ગમે તો તમે અમને સારી comment કરી શકો છો તથા social Media જેવા કે Whatsapp, Facebook, Instagram, વગેરે… માં like & Share કરી શકો છો. તમારી like, Share & Comment અમને ખુબજ પ્રેરણા આપે છે.

Join a Social Media ➥ Fb Page FB Group  | Twitter  | Telegram | Instagram

Treading

Festival Special Shayari Gujarati Shayari Gujarati Whatsapp Status HAPPY DIWALI WISHES SHAYARI

🪔 Happy New Year 🪔 ✍🏻… મારા તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…. આવનારું આ નવું વર્ષ 😄સુખ, 🤴🏻સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય,સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે…. આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી માં ચામુંડા ને દિલ થી પ્રાર્થના …👏🏻👏🏻

Festival Special Shayari

નવું વર્ષ લાવ્યું અજવાળું ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન આજ દુઆ કરે છે તમારો મીત્ર નવા વર્ષ ની હાર્દિક શુભકામના….

Bhai Dooj Wishes Festival Special Shayari Gujarati Shayari

તે નસીબદાર એ બહેન છે, જેના માથે ભાઈનો હાથ છે, દરેક મુશ્કેલીમાં તેના સાથે હોય છે. લડવું અને ઝઘડો કરવો, પછી પ્રેમથી મનાવવું, તેથી જ આ સંબંધોમાં ખૂબ પ્રેમ છે.

More Posts